અમદાવાદ-

ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં ATSએ છોટા શકીલના શાર્પશૂટરની ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. ATSએ ધરપકડ કરેલો આરોપી અમદાવાદની રીલીફ રોડ પરની હોટલામાં રોકાયો હતો. શહેરની રિલિફ રોડ પર આવેલ વિનસ હોટલમાં રોકાયો હતો.

મળતી માહિતી મુજબ ATS એ મુંબઇ અને કર્ણાટકથી ધરપકડ કરી ગુજરાત લાવી રહી છે. મુંબઇથી 3 અને 1ની કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે. જો કે, મહત્વની વાત એ છે કે આ મામલે તમામ ખુલાસાઓ થઈ ગયા છે કે સમગ્ર મામલે કોનો શું રોલ હતો. ATS ના અધિકારીઓ 4 આરોપીઓને લઈ અમદાવાદ આવશે અને તમામ લોકોની પૂછપરછ કરશે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર ATSએ નિષ્ફળ બનાવ્યું છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, વધુ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.