મુંબઈ-

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી.જો કે કઈ બાબતને લઈને બેઠક બોલાવવામાં આવી હતી તે જાણી શકાયુ નથી. તમને જણાવી દઈએ કે,બોબડે RSS સંઘના વડાને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સિવાય, શરદ બોબડેએ મહેલ વિસ્તારમાં RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી. કેબી હેડગેવારનું આ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે. સંઘના એક અધિકારીના જણાવ્યા અનુસાર,” શરદ બોબડે ચકાસવા માટે આવ્યા હતા કે આ ઘરની સંભાળ કેવી રીતે રાખવામાં આવી રહી છે. ” શરદ બોબડેએ અયોધ્યા સંબંધિત ચુકાદો આપ્યો છે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે નાગપુરના રહેવાસી છે. તેમણે ઘણા વર્ષોથી અહીં પ્રેક્ટિસ કરી છે. બોબડે એપ્રિલ 2021 માં મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા. અને હાલ તે દિલ્હી અને નાગપુરમાં સમય વિતાવી રહ્યા છે. તેઓ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. કાર્યકાળ દરમિયાન તેમણે અયોધ્યા ચુકાદા સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદા આપ્યા છે. ઉલ્લેખનીય છે કે,રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈ જે શરદ બોબડે પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા, તેમને પણ તાજેતરમાં જ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે.તેથી RSSના વડા અને શરદ બોબડે વચ્ચેની બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. જો કે આ બેઠક અંગે RSSનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.