મુંબઇ-

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝેટીવ બહાર આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાને ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

દેવેન્દ્ર ફડણવીસે પોતાની ટ્વિટમાં કહ્યું છે કે લોકડાઉન થયા પછીથી હું દરરોજ સતત કામ કરું છું, પરંતુ હવે લાગે છે કે ભગવાન ઇચ્છે છે કે મારે વિરામ લેવો જોઇએ. તેઓએ કહ્યું છે કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે અને હું કોરોન્ટીન છું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ ડોકટરોની સલાહ મુજબ દવાઓ અને સારવાર લઈ રહ્યા છે.

તેમણે તેમના સંપર્કમાં રહેલા તમામ લોકોને કોરોના પરીક્ષણ કરાવવાની સલાહ પણ આપી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસને કોરોનામાં ચેપ લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પ્રથમ વખત મહારાષ્ટ્રની બહાર દેવેન્દ્ર ફડણવીસને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ફડણવીસ ભાજપના બિહારના ચૂંટણી પ્રભારી છે.