છોટાઉદેપુર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ના ગુજરાત રાજ્ય કમિશ્નરે એક લેખિત આદેશ થી છોટાઉદેપુર નગરપાલિકા ના પ્રમુખ નરેન જયસ્વાલને હોદ્દા પર થી સસ્પેન્ડ કર્યા હતા.તેઓ ના આદેશ નું પાલન કરી ને હાલ ના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે ઉપપ્રમુખ ઝાકીરભાઈ દડીને પ્રમુખ નો ચાર્જ સોંપ્યો હતો.ચાર્જ ગ્રહણ કરતી વેળા એ અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરનાર તમામ સભ્યો એ હાજર રહી તેઓ ના સંપ અને એકતા નું પ્રદર્શન કર્યું હતું.પાલિકા ના આંગણા માં આતશબાજી અને ફટાકડા ફોડી આનંદ મનાવવા માં આવ્યો હતો.

પ્રમુખ નરેંન જયસ્વાલ ને નગરપાલિકા એક્ટ ની કલમ ૪૦ (૧) હેઠળ તેમજ રાજ્ય સરકારે જાહેરનામાથી કમિશ્નર ને આપેલા અધિકારો નો ઉપયોગ કરી ને તેમજ પ્રાદેશિક કમિશ્નર વડોદરા ની દરખાસ્ત ને આધાર બનાવી ને હોદ્દા પર થી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાજેટલા સમય થી છોટાઉદેપુર નગરપાલિકા માં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ ને કારણે નગરપાલિકા નો વહીવટ ખોરંભે પડ્યો છે.હજી થોડા દિવસો પહેલા ચીફ ઓફિસર ને પણ આજ રીતે હટાવી ને ડભોઇ ના ચીફ ઓફીસરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. પ્રમુખ સામેની અવિશ્વાસ ની દરખાસ્ત નો મામલો અત્યારે હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.તેવામાં નગરપાલિકા નો વહીવટ અત્યારે ધણીધોરી વિનાનો જણાય છે. નવા ઇન્ચાર્જ પ્રમુખ ઝાકીરભાઈ દડી એ મીડિયા ને સંબોધન કરતા નગરજનો ને ખાતરી આપી હતી કે નગરપાલિકા ના વહીવટ માં વહેલી ટકે સ્થિરતા લાવવા માં આવશે અને નગરજનો ની તકલીફો દૂર કરવામાં આવશે.નગરપાલિકા ના હાલ સસ્પેન્ડેડ પ્રમુખ નરેન જયસ્વાલ ને પ્રમુખપદ સાથે લેણું હોય તેમ જણાતું નથી. સતા સંભાળતા ની સાથે જ તેઓ જુદા જુદા વિવાદો અને કાનૂની આંટીઘૂંટી માં ફસાતા રહયા હતા.