ગાંધીનગર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને ગ્રીન એન્વાર્યમેન્ટ વટવા સ્થિત સંસ્થાના પ્રમુખ તેમ જ વિવિધ સંસ્થાઓ સાથે લાંબા સમયથી સક્રિય રીતે સંકળાયેલા શંકરભાઇ પટેલનું ૧૦મી ફ્રેબુઆરીના રોજ દુખદ અવસાન થયું છે. તેમના નિધન અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ય્વેપાર – ઉદ્યોગના ભિષ્મપિતામહ તરીકે જાણીતા શંકરભાઇ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( જીસીસીઆઇ ) ના વર્ષ ૨૦૧૩-૧૪માં પ્રમુખ તરીકે વેપાર – ઉદ્યોગ માટે પ્રસંશનીય સેવાઓ બજાવી હતી. ચેમ્બરના પ્રમુખ તરીકે શેરીંગ, ઇનવોલીંગ અને ડેવલોપીંગ તેમનો ધ્યેય હતો. તેમણે ગુજરાતના તમામ જિલ્લા તથા તમામ તાલુકાને ચેમ્બરના કાર્યક્ષેત્રમાં સક્રિય બનાવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતની ચેમ્બરોની અને એસોસીએશનો સાથે સંપર્ક વધુ મજબૂત કર્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી ( સીએસઆર ) માત્ર કાયદાકીય જરૂરિયાત નથી. પણ દરેક કોર્પોરેટની નૈતિક ફરજ છે તેને અવિભાજિત અંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેની ગુજરાત ચેમ્બર કુતગ્નાપૂર્વક નોંધ લે છે.જીસીસીઆઇના પૂર્વ પ્રમુખ શંકરભાઇ પટેલના દુખદ અવસાનથી તેમના કુટુંબ પર આવી પડેલા દુખમાં જીસીસીઆઇ સહભાગી બને છે. તેઓના કુંટુંબીજનોને આ આપત્તિ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.