HCની ફટકાર બાદ આખરે પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ, 18 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ 
02, ડિસેમ્બર 2020

અમદાવાદ-

ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇનો મામલે કાંતિ ગામિત સહિત 18 સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ દ્વારા 308 હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની તપાસ સોંપાઈ છે. 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. મહત્વનું છે કે, કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે. મંગળવારે કાંતિ ગામીત આવ્યા હતા વિવાદમાં વિવાદમાં પૌત્રીની સગાઈમાં 6000 માણસો એકત્ર થયા હતા જે લઈને ગુજરાત હાઈકોર્ટે જાટકણી કાઢી હતી જોકે આ સંમદ્ર મામલે સોનગઢ પોલીસે આયોજકો અને તેમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે IPC કલમ 188, 269, 270 GPA કલમ 131 એપેડેમીક એક્ટ કલમ 3, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે 18 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.  માજી આદિજાતી પુર્વ મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ, PI સી.કે.ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution