દિલ્હી-

ફ્રાન્સ સરકાર આગામી દિવસોમાં ઈસ્લામિક કટ્ટરવાદને રોકવા માટે નવો કાયદો લાવી રહ્યું છે. આ કાયદો પસાર થયા બાદ ફ્રાન્સમાં આવેલી મસ્જિદ ઉપર પૂર્ણકક્ષાએ દેખરેખ રાખી શકાશે. ઈસ્લામિક સંસ્થાઓને મળતા દાનને નિયંત્રિત કરી શકાશે. કટ્ટરતા ફેલવનાર સંસ્થાઓ સ્કુલ કે મદરેસા નહી ચલાવી શકે. નજીકના ભૂતકાળમાં આ કાયદાના વિરોધમાં ફ્રાન્સમાં હિંસક દેખાવો થયા હતા જેમાં 37 નાગરીકોના મોત થયા હતા .

મિડીયા રિપોર્ટ મુજબ કટ્ટરપંથી ઈસ્લામિકરણને રોકવા માટે નવો કાયદો અમલમાં લવાઈ રહ્યો છે. જો કે જાણકારો કહે છે કે આ કાયદાને કારણે ફ્રાન્સના મુસ્લિમોમાં ભાગલા પડશે. નવા કાયદાથી વ્યક્તિની આઝાદી છિનવાઈ જશે. જો કે ફ્રાન્સ સરકાર પણ એ જ ઈચ્છે કે કેટલાક કાયદા થકી કટ્ટરવાદને નાથવો જરૂરી છે. પેરિસ અને તેની આજુબાજુના શહેર કસબામાં ત્રણ આતંકી હુમલા થયા હતા. જેમાં કેટલાકના મૃત્યુ નિપજ્યા હતા. આવા બનાવો છુટક છુટક બનતા રહે છે અને તે તમામ ઈસ્લામિક કટ્ટરવાદની સાથે જોડાયેલા છે. આતંકી હુમલાને કારણે ફ્રાન્સ સરકારે 50 મુસ્લિમ સંગઠન અને 75 મસ્જિદ ઉપર દેખરેખ રખાઈ રહી છે. જો કે 200 ઈસ્લામિક ચરમપંથીને ફ્રાન્સમાંથી દેશ નિકાલ કરવા પણ સરકારે તૈયારી કરી છે 

ફ્રાન્સ સરકારની કેબિનેટે મંજૂર કરેલા કાયદા અનુસંધાને મસ્જિદોમાં દેખરેખ રાખવા ઉપરાંત ઈમામની રોજબરોજની કામગીરી પણ પોલીસ નજરમાં લઈ શકાશે. ઈન્ટરનેટ દ્વારા નફરત ફેલાવતા સંદેશા કે અન્ય પ્રવૃતિને કાયદા હેઠળ આવરી લેવાશે. 2021ની શરૂઆતમાં આ કાયદો અમલમાં આવે તેવી સંભાવના છે. મસ્જિદો માટે 10 હજાર યુરોથી વધુ દાન નહી આપી શકાય તેવી જોગવાઈ