વડોદરા, તા ૨૩

મિત્ર સાથે ઠગાઈ કરવાના ગુનામાં ઝડપાયેલો ભાજપાનો અગ્રણી હર્ષિલ લીમ્બાચિયાની અન્ય એક છેતરપિંડીન ગુનામાં ધરપકડ કરવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ વડોદરા આવી હતી પરંતું હર્ષિલ ઉત્તરપ્રદેશ પોલીસને ચકમો આપીને પલાયન થઈ જતા ઉત્તરપ્રદેશ પોલીસને વિલા મોંઢે પરત ફરવાની ફરજ પડી હતી

કાર ખરીદીના બાકી ૬.૪૧ લાખ નહી ચૂકવી છેતરપીંડી કરવાના ગુનામાં માંજલપુર પોલીસે શહેર ભાજપાનો પુર્વ વિદ્યાર્થી નેતા હર્ષિલ લિમ્બાચિયાની ધરપકડ કરી હતી. દરમિયાન હર્ષિલ ઉત્તરપ્રદેશમાં પણ ઠગાઈના ગુનામાં સંડોવાયેલો હોઈ અને તેની અત્રે ધરપકડ થયાની જાણ થતાં ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ હર્ષિલનો કબજાે લેવા માટે વડોદરા આવી હતી.

જાેકે યુપી પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી હર્ષિલ લીમ્બાચીયાનો કબ્જાે મેળવવા પોલીસ સ્ટેશન પહોંચે તે અગાઉ જ હર્ષિલ માંજલપુર પોલીસ મથકમાંથી જામીન પર મુક્ત થઈને યુપી પોલીસને ચકમો આપી પલાયન થયો હતો. જાેકે રાજકિય વગ ધરાવતો હર્ષિલ યુપી પોલીસને ચકમો આપવામાં સફળ રહેવાની પાછળ એવી પણ વાત વહેતી થઈ હતી કે હર્ષિલે માંજલપુર પોલીસ મથકમાંથી જામીન પર છુટ્યા બાદ યુપી પોલીસ સાથે આવવાની વાત કરી હતી અને અત્રે જામીન પર મુક્ત થાય ત્યાં સુધી યુપી પોલીસને દ્વારકાધીશના દર્શન કરી આવવા માટે વ્યવસ્થા કરી હતી. યુપી પોલીસે દ્વારકાધીશના દર્શન કરીને અત્રે પરત ફરી હતી અને તે સમયે હર્ષિલ પણ માંજલપુર પોલીસ મથકમાં જ હાજર હતો પરંતું તે કેવી રીતે ચકમો આપી ફરાર થયો, શું યુપી પોલીસે જાણી જાેઈને તેને ભાગવાની તક આપી, શહેર પોલીસે કેમ યુપી પોલીસ સાથે કોઈ સંકલન ના કર્યું જેવા વિવિધ પ્રશ્નોનો જવાબ હર્ષિલ ફરી ઝડપાય ત્યારે જાણવા મળશે.