મુંબઇ-

પોતાની ઓળખ વિદેશી નાગરિક તરીકે આપીને મિત્રતા કર્યા બાદ ગુજરાતી વેપારી સાથે રૂ. ૧૪ લાખની છેતરપિંડી આચરવાના કેસમાં કફ પરેડ પોલીસે મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખં વિજય ઘાવરે, અખિલ બોરાડે અને બબીતા જાેગદંડ તરીકે થઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વેપારી ૨૬ ડિસેમ્બરે ઘરે હતો ત્યારે તેના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ ડો. સ્કોટ ન્યૂટન તરીકે આપી હતી અને તે લોસ એન્જલસમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ન્યૂટને બાદમાં વેપારી સાથે ઓળખાણ વધારી હતી. દરમિયાન પુણેની હોસ્પિટલમાં માતા દાખલ હોવાથી પોતે તેને જાેવા માટે ૨ જાન્યુઆરીએ આવી રહ્યો હોવાનું ન્યૂટને વેપારીને કહ્યું હતું અને તેણે લોજ એન્જલસથી મુંબઈ આવતી એરવેઝની ટિકિટ વ્હૉટસઍ પર મોકલી હતી.

પોતે છેતરાયો હોવાનું જણાતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. વેપારીએ જે જે બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા, તેની માહિતી મેળવવામાં આવી હતી અને બાદમાં યોગ્ય તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલી ત્રિપુટીને ઝડપી પાડી હતી.