બનાસકાંઠા-

બનાસકાંઠા માં બાળકોમાં થતાં ડિપ્થેરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં 16 વર્ષ સુધીના અંદાજે 5 લાખ જેટલાં બાળકોને આગામી તા. 19 જુલાઇ-2021 સોમવારથી ડિપ્થેપરીયા રસી આપવાનું શરૂ કરવામાં આવશે.

અગાઉ બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષથી ડિપ્થેરીયાના કારણે બાળકોના થયા છે મોત બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરીયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-૨૦૧૯ માં ડિપ્થેેરીયાના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. ત્યાર બાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી 10 બાળકોના મૃત્યું થયાં હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરીયાના 24 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યું થયાં છે. ત્યારે ડિપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ રસીકરણ ઝુંબેશ સંયુક્ત રીતે કરશે કામ