આજથી રાત્રિ કરફ્યૂ રાતના ૧૨થી સવારે પાંચ
11, ફેબ્રુઆરી 2022

ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યના આઠ મહાનગરો રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટ આપવામાં આવી છે. જે મુજબ આ ૨૭ શહેરોમાં આવતી કાલથી ૧૮ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રાતના ૧૨ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે તેવો ર્નિણય આજે સાંજે મળેલી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયો હતો.

ગુજરાતમાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના નવા કેસમાં ૮૦૦ ટકા જેટલો તેમજ સક્રિય કેસોની સંખ્યામાં ૩૭૫ ટકાનો ધરખમ ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં લદાયેલા નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીમાં લેવાયેલા ર્નિણય અનુસાર તા. ૧૧ ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર ૮ મહાનગરોમાં આગામી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દરરોજ રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. આ જાેગવાઈ મુજબ હવે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરમાં રાત્રિ કર્ફયૂ અમલમાં રખાયો છે. જયારે રાજ્યના અન્ય ૧૯ નગરોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ અપાઈ છે. જેમાં નવી ગાઇડલાઇનમાં ૧૯ નગરોને રાત્રિ કર્ફ્‌યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. નવી માર્ગ દર્શિકા અનુસાર રાજ્યના આઠ મહાનગરોમાં દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે. જયારે હોટલ-રેસ્ટોરન્ટ્‌સ તેની બેઠક ક્ષમતાના ૭૫% સુધી ૧૧ વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ ૨૪ કલાક ચાલુ રાખી શકાશે. આ આઠ શહેરોમાં રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો ખુલ્લી જગ્યામાં યોજાય તો માત્ર ૧૫૦ લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. જયારે બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના ૫૦% તથા મહત્તમ ૧૫૦ લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. જયારે જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીઃ બેઠક ક્ષમતાના ૫૦ % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના ૫૦ % લોકોને મંજૂરી મળશે.

અમદાવાદમાં કોરોનાના ૭૧૭ નવા કેસ સાથે ૪ દર્દીના મોત

ગુજરાતમાં સતત ૮ દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨૭૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૧ દર્દીના મોત થયા છે. આજે ૮૧૭૨ દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૬.૩૨ ટકા થઈ ગયો છે. રાજ્યમાં ૧૦ જિલ્લા અને ૩ મહાનગરમાં મોત નોઁધાયા છે. રાજ્યમાં સતત ૧૦ દિવસથી નવા કેસ ૧૦ હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના ૧૭૧ દર્દી થઈ ગયા છે. અગાઉ ૫ ફેબ્રુઆરી સુધી સતત ૯ દિવસ ૩૦થી વધારે દર્દીના મોત નોંધાતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution