દિલ્હી-

મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ સંબંધિત NEET-JEE પરીક્ષાઓ લેવાના ર્નિણય માટે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે 28 ઓગસ્ટે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. પાર્ટીના મહાસચિવ, કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના અનુસાર, રાજ્ય કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો સામાજિક અંતરને પગલે કેન્દ્ર સરકારની કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

તેમણે કહ્યું કે આ પરીક્ષાઓને મુલતવી રાખવા માટે સરકાર ઉપર દબાણ લાવવા માટે 28 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર 'વિદ્યાર્થીઓની સલામતી માટે ‘સ્પીક અપ ફોર સ્ટુડંટ સેલ્ફી' હેશટેગ સાથે એક અભિયાન શરૂ કરવામાં આવશે. વેણુગોપાલે આરોપ લગાવ્યો કે કોરોના સંકટની વચ્ચે આ પરીક્ષાઓ લેવાનો ર્નિણય તાનાશાહી છે અને તેનાથી બાળકોના સ્વાસ્થ્યને જાેખમ થશે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આક્ષેપ કર્યો છે કે આ પરીક્ષાઓ યોજીને 25 લાખ વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સલામતી જાેખમમાં મૂકવામાં આવી રહી છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓ આખા દેશમાં વિરોધ કરી રહ્યા છે. હઠીલી મોદી સરકાર તેમની ફરિયાદો સાંભળવાનો, તેમનો વિચાર કરવાનો અને બધાને સ્વીકાર્ય સમાધાન શોધવાનો ઇન્કાર કેમ કરી રહી છે? '' સુરજેવાલાએ પૂછ્યું, "શું મોદી સરકાર બાંહેધરી આપે છે કે પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી કોવિડ ઇન્ફેક્શનનો ભોગ બનશે નહીં? સલામતીની સાવચેતી અને પ્રોટોકોલ કયા સ્થાને મુકાયા છે? કોણ જાેશે કે માર્ગદર્શિકા અને પ્રોટોકોલ ફક્ત કાગળની ઔપચારિકતાઓ નથી?