વડોદરા, તા.૩ 

શહેર અને આસપાસમાં થયેલા આર્થિક કૌભાંડોને કારણે વડોદરાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઇ રહ્યું છે ત્યારે ફુલેકાબાજાની યાદીમાં સાંડેસરા બંધુઓ, ભટનાગર ત્રીપુટી બાદ માલ્યા દંપતીનું નામ પણ વડોદરા સાથે જાડાયું છે. મુંબઇની એક આર્થિક સંસ્થાએ વીજય માલ્યા અને ઉત્કર્ષા માલ્યાએ ધીરાણના બદલામાં ગીરવે મુકેલી વાઘોડિયા તાલુકાના સાકરીયા ગામની જમીનની જાહેર હરાજીની નોટીસ આપી છે.

અગાઉ નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ સ્ટ‹લગ ગ્રુપ ઓફ કંપનીઝના નામે ૧૫ હજાર કરોડ ઉપરાંતનું વિવિધ બેંકોમાંથી ધીરાણ મેળવી ફુલેકુ ફેરવ્યું હતું અને વિદેશ ભાગી છુટ્યા હતાં. હાલમાં નાઇજીરીયામાં છુપાયેલા સાંડેસરા બંધુઓના મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી એહમદ પટેલની પુછપરછ થતાં ભારે ચકચાર જાગી હતી. એક તબક્કે આ મામલામાં સી.બી.આઇ.ના ટોચના અધિકારીનું નામ પણ સંડોવાયું હતું જેને કારણે વડોદરા રાષ્ટ્રીય સ્તરે ચમક્યું હતું. બાદમાં ડાયમંડ પાવર કંપનીના અમિત નાગર અને ભાઇ સુમિત ભટનાગર તેમજ પીતા સુરેશ ભટનાગરે પણ જુદીજુદી બેંકોમાંથી બોગસ સ્ટોક બતાવી બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી જઇ પાંચ હજાર કરોડ ઉપરાંતનું કૌભાંડ કર્યા બાદ ભુર્ગભમાં ઉતરી ગયા હતાં. જાકે સી.બી.આઇ.એ આ ભટનાગર ત્રીપુટીને ઝડપી પાડ્યા બાદ દોઢ વર્ષ સુધી જેલની હવા ખાઇ હાલમાં ભટનાગર જામીન પર બહાર આવ્યા છે. ત્યારે જુદીજુદી બેંકોમાંથી ધીરાણ મેળવી ૧૦ હજાર કરોડનું ફુલેકું ફેરવી લંડન ભાગેલા વિજય માલ્યાની પણ વડોદરા નજીક આવેલી વાઘોડિયા તાલુકાના સાકરીયા ગામે આવેલી રેવન્યુ સર્વે નં.૨૦૭ જેનું ક્ષેત્રફળ ૧૮૯૧૯ ચો.મી. છે. અને રેવન્યુ સર્વે નં.૨૧૦ જેનું ક્ષેત્રફળ ૩૦૧૫૦ સ્કે.મીટર છે. જેમાં સંકલન રે. સનં.૨૧૦-૨૧૧ અને ૩૨૧ છે અને જમીન એનેએ છે. આ જમીન ઓમકારા એસેટસ રીકન્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડ ફર્લા મુંબઇ ખાતે મે સાર્થક ડેવલોપર્સ વિજય માલ્યા, ઉત્કર્ષા વિજય માલ્યાએ તારણમાં મુકી ૧૦ કરોડ ઉપરાંતની લોન લીધી હતી. જેનું વ્યાજ સહિત હાલમાં બાર કરોડ પીસ્તાલીશ લાખ સાઇઠ હજાર ચારસો ચુમાલીસ રૂપિયા પુરા બાકી પડે છે. 

આ અંગે ન્યુ ઇન્ડિયા કો.ઓપરેટીવ બેંક સાથે તા.૨૯-૧૧-૧૮ના રોજ રજીર્સ્ટડ ડીડ ઓફ એસાઇમેન્ટ કરાયેલું છે. જેમાં સાર્થક ડેવલોપર્સ લેણદાર છે. આ બાર કરોડ ઉપરાંતના લહેણા અંગે અપાયેલી નોટીસના ૬૦ દિવસ પૂર્ણ થયા હોવા છતાં ચુકવણું કરવામાં નિષ્ફળ જતા સાકરીયા ગામની માલ્યાની જમીનની હરાજીથી વેંચાણ કરવાનું નક્કી કરાયું છે એ મુજબ અખબારમાં જાહેરાત આપવામાં આવી છે. જેમાં જ્યા છે જેવી છે અને કોઇ જવાબદારી સીવાયના ધોરણે વેંચવામાં આવશે. આગામી ૬ જુલાઇ સુધીમાં બીડ ફોર્મ સબમીશન કરવા માટે જણાવ્યું છે. આમ અગાઉ સાંડેસરા ભટનાગર જેવા ફુલેકાબાજા બાદ હવે વિજય માલ્યાનું નામ પણ વડોદરા સાથે જાડાતા ઔદ્યોગીક અને વ્યાપાર જગતમાં ચકચાર જાગી છે અને મોટા મોટા ફુલેકાબાજા વડોદરા સાથે જ કેમ સંર્પક ધરાવે છે એવા સવાલો ઉપસ્થિત થયા છે.