અમદાવાદ-

શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગડ્ડી ગેંગે હાહાકાર મચાવ્યો છે. હવે આ ગેંગમાં મહિલા સભ્યો પણ સક્રિય થઈ છે. આ ગેંગે હવે એક ડૉક્ટર દંપતીને વિશ્વાસમાં લઈને તેમની સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ગડ્ડી ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસે નોટોના બંડલ હોવાનું કહે છે. જે બાદમાં નોટોના બંડના બદલામાં પૈસા લઈને તેમને રૂમાલમાં કાગળની ગડ્ડી પકડાવી દે છે.  

હવે આ ગેંગનો શિકાર ભણેલ-ગણેલ ડૉક્ટર દંપતી બન્યું છે. સુરતમાં લાંબા સમયથી લોકોને રૂપિયા અથવા ડૉલર સસ્તામાં વટાવવાનું કહીને લોકોને લાલચ આપીને રૂમાલમાં રૂપિયા અથવા ડૉલરના નામે કાગળની ગડ્ડી આપી છેતરપિંડી કરનારી ગેંગ સક્રિય છે. હવે આ ગેંગમાં મહિલાઓ પણ લોકોને છેતરી રહી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આશિષ હોટલની પાછળ બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ડૉક્ટર મનીકા કડાકીયા સચિન વિસ્તારમાં નર્સિગ હોમ ચલાવે છે. ડૉક્ટર મનીકા પાસે થોડા દિવસ પહેલા એક મહિલા સારવાર માટે આવી હતી. મહિલા પોતે ગર્ભવતી હોવાનું કહીને ખંજવાળ માટેની દવા આવી હતી. મહિલાએ ડૉક્ટર મનીકાને તેની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસે ૨૦ ડૉલરની નોટ હોવાનું કહીને તેમાંથી રૂપિયા વસૂલી લેવાનું જણાવ્યું હતું.

જેથી ડૉક્ટર મનીકાએ તેના પતિ મારફતે ડૉલર વટાવી આપ્યા હતા. આ સમયે મહિલાએ તેની પાસે આવા ૪૦૦થી ૫૦૦ ડૉલર હોવાની વાત કરી હતી. આ ડૉલર વટાવવા માટે જે કમિશન થાય તે કાપી લેવાનું જણાવ્યું હતું. જે બાદમાં ડૉક્ટર મનીકાએ તેના પતિને વાત કર્યા બાદ ડોલર વટાવી આપવાનું કહેતા મહિલાના ભાઈએ ડૉક્ટર મનીકાના પતિને ડૉલર વટાવ્યા બાદ તમે દગો નહીં કરો તેની ખાતરી શું તેમ કહીને ડિપોઝિટ પેટે ચાર લાખ રૂપિયા આપવાનું કહ્ય્šં હતું. આ ઉપરાંત ડૉલર વટાવ્યા બાદ ડિપોઝિટ અને કમિશનની રકમ પરત કરવાની વાત કરી હતી.