નોયડા-

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમ અને ખાન મુબારકના નજીકના સાથીને યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના નોઇડા યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં દિલ્હીમાં એક સંપત્તિના મામલામાં ગજેન્દ્રસિંહે એક વ્યક્તિથી એક કરોડ ૮૦ લાખ રૂપિયાની છેતરપિંડીકરી હતી, જ્યારે તે વ્યક્તિએ તે રૂપિયા પરત માગ્યા ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

યુપી એસટીએફનું કહેવું છે કે, અબુ સલેમ વતી ગજેન્દ્ર સિંહ એનસીઆરમાં પ્રોપર્ટીમાં પૈસા રોકાણ કરતો હતો. ગજેન્દ્ર અબુ સાલેમના ખૂબ નજીકના સાથીઓમાંથી એક માનવામાં આવે છે. યુપી એસટીએફનું નોઇડા એકમ મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમ અને ખાન મુબારકના નજીકના સાથી ગજેન્દ્રસિંહની ધરપકડ કરવામાં સફળ રહ્ય્šં છે. તે નોઈડા સેક્ટર -૨૦ નો રહેવાસી છે. આ ગેંગનો ડર બતાવીને ગજેન્દ્ર પૈસા પડાવી લેવા અને વસૂલી જેવા ગુનો કરતો હતો.

વર્ષ ૨૦૧૪માં દિલ્હીના એક ઉદ્યોગપતિ પાસેથી સંપત્તિના નામે એક કરોડ ૮૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને જ્યારે તે ઉદ્યોગપતિએ પૈસા પરત માગ્યા ત્યારે સેક્ટર-૧૮માં ખાન મુબારકના શૂટરો દ્વારા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો.