જૂનાગઢ-

સૌરાષ્ટ્રના વિશ્વવિખ્યાત ગીરના જંગલોની આસપાસ રહેતા લોકો માટે સિંહને જોવા એ કોઈ નવાઈની વાત નથી. તાજેતરમાં જ એક હોટલના પ્રાંગણમાં સિંહણ પ્રવેશતી હોય એવો વિડિયો વાયરલ થયો હતો. હવે ફરીવાર સિંહોના ટોળાની સફરનો એક વિડિયો વાયરલ થયો છે. 

એકલ-દોકલ સિંહો તો અનેકવાર જોવા મળે છે, પણ તેઓ ટોળામાં હોય ત્યારે તેમને જોવા એ એક અનોખી ઘટના છે અને અનોખો લહાવો પણ છે. તાજેતરમાં વાયરલ થયેલા આ વિડિયોમાં એકસાથે 11 જેટલા સિંહ જોવા મળે છે. ગીરના જંગલમાં સિંહની વસ્તી પૈકી આટલા બધા સિંહ એકસાથે જોવા મળે એ મોટી વાત છે. કોરોનાકાળ પછી હવે ગિરનાર નેચર સફારી પ્રવાસ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જે વિડિયો વાયરલ થયો છે, તેમાં એક સાથે 11 જેટલા સિંહ લટાર મારવા નિકળ્યા હોવાનું દેખાય છે. જેમણે આ દ્રશ્ય નજરોનજર જોયું હશે, તેમના માટે આ અનોખો લહાવો તો બન્યો જ હશે, સાથે જ તેનો વિડિયો પણ વાયરલ બની રહ્યો છે. આ વિડિયોમાં આ વન્ય પ્રાણીઓની અદાઓ નિહાળવાની સૌને ગમશે.