20, ડિસેમ્બર 2022
શહેરમાં માર્ગ અકસ્માતમાં અપમૃત્યુ પામેલાઓના કુટુંબીજનો તથા ટ્રાફિક પોલીસની હપ્તાબાજી-તોડબાજીઓથી ભોગ બનતા રાહદારી - વાહનચાલકોનું એક પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં શહેર પો. કમિશનરને મળનાર હોવાનું જાણવા મળ્યું છે. કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા પોલીસકર્મીઓ જ ભરચક માર્ગની વચોવચ્ચ પોલીસની ગાડી ઊભી કરી દઈ કાયદાઓનું છેડેચોક ઉલ્લંઘન કરી ‘ફરજ પરત્વે શ્રેષ્ઠ નિષ્ઠા’ બતાવી રહ્યા છે અને તેમના ઉચ્ચ અધિકારીઓ પુરાવા આપ્યા છતાં તેમને છાવરે છે. આવા પોલીસ કર્મીઓને તેમની ફરજ પરત્વેની શ્રેષ્ઠ બેદરકારી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળે તે માટે તેમના નામોની ભલામણ કરવા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.