15થી 22 જુલાઇ વચ્ચે રાજ્યમાં પડી શકે છે સારો વરસાદ:અંબાલાલ પટેલ
09, જુલાઈ 2020

અમદાવાદ,

વેલ માર્ક લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઇ ગઈ છે. જેના કારણે વરસાદ નું જોર ઘટી જશે. પરંતુ આવનાર બે દિવસ વાદળછાયું વાતાવરણ રહશે અને સામાન્ય વરસાદી ઝાપટા પડશે. પરંતુ ફરી 15 જુલાઈથી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 15 થી 22 જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે 30 જુલાઈના બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થશે. જેના કારણે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution