દિલ્હી-

ગૂગલે તેના પ્રથમ માસિક પારદર્શિતા અહેવાલમાં જણાવ્યું છે કે, તેને આ વર્ષે એપ્રિલમાં ભારતમાં વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી 27,700 થી વધુ ફરિયાદો મળી છે, જેમાં સ્થાનિક કાયદા અથવા વ્યક્તિગત હક્કોના કથિત ઉલ્લંઘન સંબંધિત છે. જેના પગલે 59,350 સામગ્રી દૂર થઈ છે. ગૂગલે 26 મેથી અમલમાં આવેલા નવા આઇટી નિયમો હેઠળ પોતાનો માસિક નિરીક્ષણ અહેવાલ બહાર પાડ્યો છે.

નવા આઇટી નિયમો અંતર્ગત,50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સએ દર મહિને તેમના નિરીક્ષણ અહેવાલો પ્રકાશિત કરવા પડશે. જેમાં પ્રાપ્ત ફરિયાદો અને તેમના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો હોવી જોઈએ. રિપોર્ટમાં ઘણી બધી કમ્યુનિકેશન લિંક્સ અથવા માહિતીની પણ વિગતો છે કે જે ગૂગલે ઓટોમેટિક ડિવાઈઝની મદદથી હટાવી દિધી છે અથવા એક્સેસને ડિસેબલ કરી છે.

ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની પાસે વિશ્વભરમાંથી મળેલી વિવિધ વિનંતીઓના સંદર્ભમાં પારદર્શિતાનો લાંબો ઇતિહાસ છે. પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, આ તમામ વિનંતીઓની તપાસ કરવામાં આવી છે અને 2010થી અમારી વર્તમાન પારદર્શિતા અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે આપણે ભારતના નવા આઇટી નિયમો અનુસાર માસિક પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કરીશું, અમે ભારત માટેની રિપોર્ટિંગ પ્રક્રિયામાં સુધારણા લાવીશું તેમ અમે વધુ વિગતો પ્રકાશિત કરીશું. "રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડેટા વેરિએન્ટ અને વેરિફિકેશન માટે લેવામાં આવેલા સમયને ધ્યાનમાં લેતા બે મહિના પછી આ આંકડા આપવામાં આવશે.

ગુગલે મંગળવારે કહ્યું હતું કે, તેણે ભારતમાં સ્થાનિક કાયદાઓનું પાલન કરતી વખતે વપરાશકર્તાઓની સુરક્ષા માટેના પોતાના પ્રયત્નોમાં પ્રોડક્ટમાં ઇનોવેશન, સંસાધનો અને સ્ટાફમાં સતત રોકાણ કર્યું છે. ગુગલે માહિતી ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ સોશિયલ મીડિયાના દુરૂપયોગ અંગે બોલ્યા પછી આ વાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના અધિકારીઓને આઇટીના નવા નિયમો, સરકારી નિર્દેશો અને કોર્ટના આદેશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રતિનિધિઓને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમની હાલની ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતા નીતિ પ્રણાલીમાં ખામીઓ છે. કંપનીઓને તેમના વપરાશકર્તાઓના ડેટાની ગોપનીયતા અને ડેટા સલામતી માટે કડક પગલાં ભરવા કહેવામાં આવ્યું હતું.