દિલ્હી-

દેશની સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ર્નિણયમાં જણાવ્યું છે કે સરકાર યોગ્ય કામના બદલામાં કોઈ પણ કર્મચારીના પગાર અને પેન્શનને રોકી શકે નહી. પગાર અને પેન્શનની ચુકવણીમાં વિલંબ થતાં સરકારે વ્યાજબી વ્યાજ ચૂકવવું જાેઈએ. કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને થોડા સમય માટે ટાળી દીધેલા પગાર અને પેન્શન પર છ ટકાના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જાેકે, આ કેસમાં હાઇકોર્ટે 12 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો.

આંધ્રપ્રદેશ સરકારે કોરોના મહામારીને કારણે આવેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને માર્ચ-એપ્રિલ 2020માં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનને કેટલાક સમય માટે મુલતવી રાખ્યું હતું. સરકારે આ સંદર્ભે એક આદેશ પણ બહાર પાડ્યો હતો. જાે કે પાછળથી એપ્રિલમાં, સરકારે ત્રણ વિભાગ સ્વાસ્થ્ય આરોગ્ય, પોલીસ અને સફાઈ કામદારોના ત્રણ વિભાગના સંપૂર્ણ પગારને પુનસ્ર્થાપિત કર્યો હતો.

બીજી તરફ અને ૨૬ એપ્રિલના રોજ પેન્શનરોની સંપૂર્ણ પેન્શન પણ પુન સ્થાપિત કરી હતી. પરંતુ તે દરમિયાન પૂર્વ જિલ્લા અને સેશન્સ જજે હાઈકોર્ટમાં એક મહત્વની અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કર્મચારીને પગાર અને પેન્શન મેળવવાનો અધિકાર છે, અને રોકેલા પગાર અને પેન્શનની ચુકવણીની માંગ કરી હતી.

હાઇકોર્ટે કહ્યું કે વેતન મેળવવું વ્યકિતના બંધારણ ધારા ૨૧માં મળેલ અધિકાર અને ધારા ૩૦૦એમાં મળેલ સંપત્તિના અધિકારમાં આવે છે. હાઇકોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને 12% વ્યાજ સાથે રોકેલ વેતન પાને પેન્શન આપવા આદેશ જારી કર્યો છે. આ ર્નિણયને અંદર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. જાે કે રાજય સરકારે માત્ર વ્યાજ આપવાના પહેલુંને જ પડકાર્યો હતો.