09, મે 2025
ગાંધીનગર |
યુદ્ધની સ્થિતિમાં ગુજરાત સરકારની મહત્વની બેઠક મળી
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે. એવામાં ગઇકાલે પાકિસ્તાનની હુમલાને લઈને પરિસ્થિતિ વધારે તંગ બની છે. પાકિસ્તાન સરહદી સીમાને લતા ભારતીય વિસ્તારોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. જેને લઈને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુહ રાજ્યમંત્રી હર્ષ સંધવી દ્વારા અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જે અનુસાર રાજ્ય સરકારના તમામ મહેસૂલી કમર્ચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સીમા પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ભૂજનો પણ સમાવેશ થાય છે. તેની સાથે જ ગઇકાલ રાતથી જ ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. યુદ્ધની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરવાનો નિર્ણય પહેલા જ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે હવે, મહેસૂલી કમર્ચારીઓની રજા પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.