અમદાવાદ-

રાજ્યમાં હવે નવરાત્રી પર્વ હવે ખતમ થઈ રહ્યો છે, ત્યારે રાવણ દહનને લઈને લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તેનો ઉત્સાહ પણ લોકોમાં જાવા મળી રહ્યો છે, રાવણ દહન સમયે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય અને કોરોના ન ફેલાય તે માટે સરકારે અમુક ગાઈડલાઈન સાથે મંજૂરી આપી છે. જેમાં 400 લોકોની મર્યાદા સાથે રાવણ દહનની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં રાવણ દહન કાર્યક્રમ થતો હોય છે, રાવણ દહનનુ ધાર્મિક પરંપરા અનુસાર વિશેષ મહત્વ રહેલુ છે, લોકોની શ્રદ્ધા જળવાઈ રહે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

400 વ્યક્તિની મર્યાદામાં સાથે મંજૂરી આપી

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે નવરાત્રીની ગાઇડલાઇન છે, તે પ્રમાણે જ રાવણ દહનની ગાઇડલાઇન પણ રાખવામાં આવશે. જે બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે ટૂંક સમયમાં નવી SOP ની જાહેરાત કરવામાં આવશે, જેમાં 400 વ્યક્તિ ની મર્યાદામાં અને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાવણ દહન કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી.. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી..