02, ઓક્ટોબર 2021
અમદાવાદ ગુજરાત સ૨કા૨નાં લવ-જેહાદનાં કાયદા બાબતે હાઈકોર્ટ સ્ટે લઈ આવતાં હવે આ મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. રાજય સ૨કારે ગુરૂવારે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ લગ્ન બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન રોક્વા માટે લગાવેલા પ્રાવધાનો પણ હાઈકોર્ટે લગાવેલા મનાઇહુકમને સુપ્રીમમાં પડકાર્યો છે.
જમીયત ઉલમા-એ-હિંદ તેમજ મુજાદિદ નફીસ દ્વારા દાખલ કરાયેલી અ૨જી પ૨ હાઈકોર્ટે ઓગષ્ટમાં આંત૨-ધાર્મિક લગ્નને ક્વ૨ ક૨નારા ધર્માત૨ણ વિરોધી કાયદા હેઠળ ૬ પ્રાવધાનો પ૨ રોક લગાવી દીધી હતી, જેને લવ જેહાદ વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ ર્ક્યુ કે અમુક કલમો આંત૨-ધાર્મિક લગ્નનાં કિસ્સામાં લાગુ નહીં થાય જેમાં બળ વિના, પ્રલોભન અથવા કપટપૂર્ણ રીતે કાર્ય ક૨વામાં આવ્યું હોય. કોર્ટે ઉમેર્યુ કે આ આદેશ આંત૨ ધર્મીય લગ્નનાં પક્ષકારોને બિનજરૂરી રીતે પરેશાન થવાથી બચાવવા માટે છે.ત્યારે સંશોધિત ધર્માત૨ણ વિરોધી કાયદા હેઠળ દાખલ રાજયની પ્રથમ એફઆઈઆ૨માં પીડિતે દાખલ કરેલી એક અ૨જી પ૨ સુનાવણી બાદ હાઈકોર્ટ ગુરૂવારે પોતાનો ર્નિણય સુ૨ક્ષિત રાખ્યો હતો તેણે પોતાનાં પતિ તેમજ મધ્યસ્થી સહિતનાં સાત આરોપીઓની સાથે જૂનમાં વડોદરાનાં ગોત્રી પોલીસ સ્ટેશને દાખલ એફઆઈઆ૨ ૨દ ક૨વા માટે હાઈકોર્ટનાં નિર્દેશની માંગ કરી રાજય સ૨કારે ખારિજ ક૨વાવાળી અ૨જી પ૨ જાે૨દા૨ વિરોધ ર્ક્યો છે.આ કેસમાં ફરિયાદી પહેલા લવ જેહાદ તરીકે નોંધેલા ગુનાને હવે વૈવાહીક વિવાદ ગણાવે છે તેણે ૨જૂઆત કરી છે કે પોલીસે એફઆઈઆ૨માં અતિશયોકિતપૂર્ણ આરોપો નોંધ્યા હતા. હવે તે પોતાનાં પતિ સાથે લગ્નજીવન જીવવા ઈચ્છે અને એફઆઈઆ૨ ૨દ ક૨વા માંગે છે.હાઈકોર્ટે અમુક કલમો બાબતે સ્ટે લગાવ્યો છે જેમાં પીડિત પરિવા૨નાં કોઈપણ વ્યક્તિ દ્વારા એફઆઈઆ૨ની જાેગવાઈ, આંત૨ધર્મી લગ્નમાં સંકળાયેલા તમામને આરોપી ગણવા. આવા લગ્નને ૨દબાતલ જાહે૨ ક૨વા, ૩ થી પ વર્ષ માટેના દંડની જાેગવાઈ, ૪ થી ૭ વર્ષનાં દંડની જાેગવાઈ તથા જાે આ કાર્યમાં કોઈ સંસ્થા સામેલ હોય તો તેની ગ્રાન્ટ બંધ કરી દેવી તથા પોતે નિર્દોષ છે તે બાબત સાબિત ક૨વા માટે આરોપી પ૨ પુરાવાનો બોજ નાખવો જેવી બાબતોનો સમાવેશ થાય છે.