અમદાવાદ-

ગુજરાત ATSને ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવવાની માહિતી મળી હતી અને જે માહિતીના આધારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશનમાં 7 ઈરાની શખ્સો સાથે 30 કિલ્લો હેરોઈન ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. દેશના યુવાધનને બરબાદ કરવા દેશમાં ડ્રગ ઘુસાડવા વારંવાર દુશ્મન દેશ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે વધુ એક વાર ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદના દરિયામાંથી 30 કિલો હેરોઇન સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બોટ ઈરાનથી આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી આ ડ્રગ પંજાબ મોકલવાનું હતું અને અનેક વાર પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તેને પકડી પાડવામાં આવી રહ્યું છે. ATS દ્વારા આ ઈરાનીઓ અને ડ્રગ્સને પોરબંદર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના હતા. તે પ્રકારની માહિતી મળી હતી પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી જે માહિતી ATSને મળી ગઈ હતી અને ATSએ તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયામાં ફિલ્મી ઢબે ઓપરેશન કરી ડ્રગ્સ સફળ કરવામાં આવ્યું, ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહિત 7 ઈરાનીની ધરપકડ કરવામાં આવી છે.