અમદાવાદ,

અમદાવાદ ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ત્યારે મંગળવારના રોજ 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે.

ગુજરાત ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ અલગ-અલગ જિલ્લામાં દરોડા પાડી 54 વધુ હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે મંગળવારે 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, આ હથિયારો કેટલાંક નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે. હાલ અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.