ગાંધીનગર-

પેટાચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપનાં માળખાની જાહેરાત થઈ શકે છે. આ માળખામાં કેટલાક ચહેરાઓને પડતા મુકી શકાય છે તો કેટલાક નવા ચહેરાઓને આપી શકાય છે પ્રાધાન્ય. આ સંદર્ભની સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે. દિવાળીના સમયગાળામાં નવું માળખું જાહેર થઈ શકે છે. સાથે જ પેટાચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધની કામગીરી કરનારા સામે પણ કાર્યવાહી હાઝ ધરવામાં આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના કેન્દ્રિય સંગઠનમાં કેટલાક વધુ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટીની બે મહત્વની સમિતિઓ, સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નવા યુવા ચહેરા અને યુવા નેતાઓ આપી શકાય છે. આ સાથે રાષ્ટ્રીય કારોબારીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તાજેતરમાં 6 રાષ્ટ્રીય પદાધિકારીઓની ઘોષણા કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આમાં તેમણે 50 ટકાથી વધુ નવા અને યુવા ચહેરાઓને તક આપીને સંસ્થામાં નવી પેઢીની ફ્લેગશીપની શરૂઆત કરી હતી. દરમિયાન, બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે સંગઠનની અન્ય મહત્વપૂર્ણ સમિતિઓની રચના થઈ શકી નથી. હવે બિહાર સહિતની ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને રાષ્ટ્રીય કારોબારીની રચના થવાની છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારની ચૂંટણી સહિત દેશભરમાં થઇ રહેલ પેટાચૂંટણી પર પણ ભાજપનું નેતૃત્વ નજર રાખી રહ્યું છે અને આ તમામ ચૂંટણીઓમાં યુવાનોનાં પ્રદર્શનનું આંકલન કરવામાં આવશે. યુવા પેઢીના વલણને જોતા, ઘણી બાબતો નક્કી કરવામાં આવશે કે પક્ષના સંગઠનમાં યુવા ચહેરાઓને કેટલું મહત્વ આપવામાં આવશે અને અનુભવી વૃદ્ધ નેતાઓને કેટલું આપવું જોઈએ. તેમ છતાં સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિ એકમો છે જેમાં સિનિયર અને અનુભવી ચહેરાઓને સ્થાન મળે છે. તેમ છતા નડ્ડા તેમની ટીમમાં યુવાન ચહેરાઓને જે રીતે પ્રોત્સાહન આપે છે તે આગળ પણ નોંધપાત્ર ફેરફારો જોઈ શકે છે. રાષ્ટ્રીય કારોબારીની રચનામાં દેશના દરેક ભાગને જોડવાના પ્રયાસોથી ઘણા બધા ચહેરાઓ બદલાઈ જાય છે. તેમાં દેશના જુદા જુદા ભાગના યુવા અને નવા ચહેરાઓ શામેલ હોઈ શકે છે. ભાજપના રાષ્ટ્રવ્યાપી વ્યાપક પ્રસાર બાદ મોટાભાગના રાજ્યોમાં પાર્ટી નીચેનાં સ્તરે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેણે આ રાજ્યોના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે લાવવા પડશે.