અમદાવાદ-

રાજ્યમાં પેટા ચૂંટણીના મતદાન ને એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવામાં લાગી ગયા છે. અમુક સીટ  પર ભાજપ  દ્વારા ઉમેદવારના નામની જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન મંગળવારે કોંગ્રેસના નેતાઓની એક વર્ચુઅલ મીટિંગ મળી હતી. જેમાં દરેક સીટ પર બે સંભિવત ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.

જે મુજબ અબડાસામાં રાજેશભાઇ આહિર અને શાંતિલાલ સંઘાણી, કરજણમાં કિરીટસિંહ જાડેજા અને ધર્મેશભાઈ પટેલ, લિંબડી માં ભગીરથસિંહ રાણા અને ચેતનભાઈ ખાચર, મોરબીમાં જયંતિલાલ પટેલ અને કિશોરભાઈ ચિખલીયા, ગઢડામાં મોહનભાઇ સોલંકી અને ભાણજીભાઇ સોસા, ધારી માં સુરેશભાઈ કોટડીયા અને જેનીબેન ઠુંમર, કપરાડામાં બાબુભાઈ વઠ્ઠા અને હરીશભાઈ પટેલ, ડાંગ (Dang)માં ચંદરભાઈ ગામીત અને સૂર્યકાંત ગામીતના નામ પર નક્કી થયા હતા.આ નામોની ચૂંટણી પસંદગી સમિતિ સાથે ચર્ચા કર્યા બાદ ફાઇનલ ઉમેદવાર જાહેર કરવામાં આવશે. રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં આ 8 બેઠકો ખાલી પડી હતી. રાજ્યમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. જેમાં 3 નવેમ્બરે વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરાશે.