દેશના મુખ્ય શહેરોમાં કોવિડના કારણે થતા મોતમાં ગુજરાતના આ શહેરમાં મૃત્યુ દર સૌથી વધુ
17, એપ્રીલ 2021

ગાંધીનગર-

કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં સ્થિતિ એક વાર ફરીથી બગડી રહી છે. કોરોના વાયરસના કેસો અને તેનાથી થતા મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની ભયાનક તસવીર જાેવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુરુવારે કોરોના વાયરસથી મરનારની સંખ્યા ૫ હજારના આંકડાને પાર કરી ગઈ.

વળી, આના એક દિવસ પહેલા ગુજરાતનો અમદાવાદ દેશનો એક એવો જિલ્લો બની ગયો જ્યાં કોરોનાના કારણે ૨૫૦૦થી વધુ મોત થયા છે. ભારતના જે ૧૧ જિલ્લામાં અઢી હજારથી વધુ મોત થયા છે તેમાં અમદાવાદનો મૃત્યુદર સૌથી વધુ છે. આ ઉપરાંત અમદાવાદ સમગ્ર દેશમાં એકમાત્ર એવુ શહેર છે જ્યાં રાજ્યમાં થયેલ કુલ મોતના અડધાથી વધુ મોત થયા છે.

ગુજરાતમાં કોવિડના કારણે થયેલા ૫ હજાર મોતમાંથી ૫૦ ટકા મોત એકલા અમદાવાદમાં થયા છે. અમદાવાદ ઉપરાંત ચેન્નઈ એવુ શહેર છે જ્યાં રાજ્યમાં કોરોનાના કારણે થતા દર ત્રીજુ મોત થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે થતુ દર ચોથુ મોત મુંબઈમાં થઈ રહ્યુ છે. ભારતમાં સૌથી વધુ મૃત્યુદરવાળો જિલ્લો અમદાવાદ છે ત્યારબાદ ક્રમશઃ મુંબઈ(૨.૨%), કોલકત્તા(૨.૧%), ઉત્તરી ૨૪ પરગના(૧.૯%), ચેન્નઈ(૧.૬%),દિલ્લી(૧.૫%) નો નંબર આવે છે.

ગુજરાતની ખાનગી હોસ્પિટલો કોરોનાથી ફૂલ થઈ ચૂકી છે. જાે કે કોરોના મહામારીની શરૂઆતમાં રાજ્યમાં અત્યારની સરખામણીમાં વધુ મોત થઈ રહ્યા હતા. રોજ લગભગ ૩૯ મોત કોરોનાના કારણે ગુજરાતમાં થઈ રહ્યા હતા પરંતુ બાદમાં આ સંખ્યા ૧૨-૧૭ પ્રતિદિન પર આવી ગઈ. હાલમાં જાહેર થયેલ ત્રીજી લહેરમાં ગુજરાતમાં ૧૬ એપ્રિલને એક દિવસમાં સર્વાધિક મોત(૨૬) છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution