ગાંધીનગર-

GCCI ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ રોજના કામ કે ઓપરેશનમાં બોડી વોર્ન કેમરાનો કરશે ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ આ રીતે પોલીસને સુરક્ષિત રાખવા માટે આ રીતના કેમેરાઓ પોતાના પોકેટમાં ખિસ્સામાં રાખી અને પોલીસ તંત્રને વધુ સરળતા માટે આ રીતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત પોલીસને આ રીતે નોલેજ આપી અને ટૂંક સમયમાં જ દરેક પોલીસને સુરક્ષા કવચ સાથે કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો આધુનિક હથિયાર સીસીટીવી કેમેરા નેટવર્ક ડ્રોન કેમેરા હાર્લી-ડેવિડસન મોટરબાઈક અનેક સુવિધાઓ બાદ હવે બોડી વોર્ન કેમેરા નું નવું છોગુ પોલીસ તંત્રમાં ઉમેરાયું છે.ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે.

બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતા વર્ણવતા ગૃહરાજ્યમંત્રી ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.