ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી આટલા પાણીની સમસ્યા નહિં સર્જાય
25, મે 2021

નર્મદા-

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના નીરની સપાટી ઉપરવાસથી પાણીની આવક વધતાં ઉંચી આવી છે. હાલ નર્મદાની સપાટી 125 મીટરને પાર કરતાં આગામી સમયમાં બે વર્ષ માટે પાણીની સમસ્યા નિવારી શકાશે.

ગુજરાતમાં નર્મદા યોજના પાણીની સમસ્યા નિવારવામાં આગામી સમયમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. નર્મદાડેમમાં આજની સ્થિતિએ 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. જળસપાટીની દ્રષ્ટિએ જોતાં નર્મદાની સપાટી 125 મીટરે પહોંચી છે. ઉપરવાસથી પાણીનો પ્રવાહ ગુજરાતને સતત મળતો રહેતાં આ વર્ષે ગુજરાતને પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં. હાલ દૈનિક 10 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદામાંથી ખેડૂતોને આપવામાં આવે છે. છતાં આજની સ્થિતિએ 2 હજાર 124 મિલિયન ક્યુબીકમીટર જથ્થો સંગ્રહિત રહેતાં ખેડૂતોને પણ પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસુ પણ સારૂં રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં સરેરાશ 34 ઇંચની જરૂરિયાત મુજબ થાય તો ચોમાસુ લાભદાયી પુરવાર થઇ શકે છે. બીજીબાજુ નર્મદા ડેમમાં પણ પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી આગામી બે વર્ષ માટે પાણીની સમસ્યા રહે નહીં તે મુજબનું આયોજન થશે , જે ગુજરાત માટે લાભદાયી પુરવાર થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution