ગાંધીનગર-

ગુજરાતનાં નવા નિર્વાચીત ભૂપેન્દ્ર પટેલ આજે એકલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે ચાર રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહેશે.અમિત શાહ સાથે ભાજપના નેતાઓની મુલાકાત થશે અને ત્યારબાદ ભૂપેન્દ્ર સરકારના કેબિનેટ અંગે નિર્ણય કરવામાં આવશે. નવી કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રીનું પદ હશે કે નહીં તેના પરથી પણ પરદો ઉંચકાશે. જોકે, પાટીદાર મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતમાંથી ડેપ્યુટી સીએમની શક્યતાઓ દૂર થઈ ગઈ છે. હવે ભાજપ નવી કેબિનેટમાં કોને કોને સ્થાન આપે છે તેના પર સૌની નજર છે.

ભૂપેન્દ્ર પટેલ આજે એકલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે ચાર રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહેશે.અમિત શાહ સાથે ભાજપના નેતાઓની મુલાકાત થશે અને ત્યારબાદ ભૂપેન્દ્ર સરકારના કેબિનેટ અંગે નિર્ણય કરવામાં આવશે. નવી કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રીનું પદ હશે કે નહીં તેના પરથી પણ પરદો ઉંચકાશે. જોકે, પાટીદાર મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતમાંથી ડેપ્યુટી સીએમની શક્યતાઓ દૂર થઈ ગઈ છે. હવે ભાજપ નવી કેબિનેટમાં કોને કોને સ્થાન આપે છે તેના પર સૌની નજર છે.