લોકસત્તા જનસત્તા તરફથી તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન અને ભાઇબીજની શુભકામનાઓ..
16, નવેમ્બર 2020

લોકસત્તા ડેસ્ક-

આજે બેસતું વર્ષ અને ભાઇબીજનો તહેવાર એક સાથે છે. હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીના પછીના દિવસને 'બેસતું વર્ષ' કહેવામાં આવે છે. આ દિવસની તિથી 'કારતક સુદ એકમ'ની હોય છે. જેને ગુજરતીઓનુ 'નવું વર્ષ' તરિકે ઓળખવામાં આવે છે. આજે વિક્રમ સંવત 1977 શરૂ થશે.

ગુજરાતીમાં વર્ષના પ્રથમ દિવસને બેસતુ વર્ષ કહેવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે. આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરોમાં ભગવાનને અન્ન્કુટ અર્પણ કરવામાં આવે છે.આ નવા વર્ષની સવારનું આગમન કઈક અલગ હોય છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે. બધા લોકો વડીલોને પગે લાગી તેમના આર્શિવાદ લે છે. હમઉમ્ર લોકોને ભેટે છે અને પાછલા વર્ષમાં થયેલી ભૂલોને માફ કરીને આગળ વધે છે.લોકો એકા બીજાના ઘરે જાય છે, મિઠાઈ ખવડાવે છે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. જ્યારે અમુક લોકો એકબીજાને ભેટ કે ઉપહાર પણ આપે છે.


ગુજરાતી મહિના અનુસાર શરૂ થતાં વર્ષના પ્રથમ મહિનાના બીજા દિવસનું મહાપર્વ એટલે યમપર્વ ભાઇબીજ. જ્યાં મૃત્યુના દેવનો મહિમા યાદ કરવામાં આવે છે. ભાઈબીજ એટલે ભાઈબહેનના હૈયાના શુદ્ધ હેતનું સરનામું. ભાઈબીજના પર્વનું ધાર્મિક મહાત્મ્ય છે.આજે ભાઈબીજ એટલે કે યમદ્રિતીય, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલું અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતું કે, આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનું બારણૂ નહી જુએ. ભાઇ રોગી હોય,અથવા તો બહેનના ઘરે જવાનું ના જ બને તો આ ભાઇબીજની વાર્તાનુ સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution