ફતેપુરા, ફતેપુરા તાલુકામાં ધોરણ છ થી આઠ નું શિક્ષણકાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક ગણ માં ઉત્સાહ જાેવા મળ્યો હતો સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે કોરોના ના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઇ ગયું હતું જેના કારણે એક વર્ષ બાદ ફરી શિક્ષણકાર્ય શરૂ કરતા શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી ત્યારે શાળાઓ પુનઃ શરૂ થતાં બાળકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળામાં શિક્ષકો એ ફુલ તેમજ ચોકલેટ આપીને શાળામાં બાળકોનુ સ્વાગત કર્યું હતું પ્રથમ દિવસે શાળામાં શિક્ષકો એ બાળકોને એસ ઓ પી મુજબ વિદ્યાર્થીઓને આવકારી પ્રવેશ આપ્યો હતો વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવા સ્વૈચ્છિક સંમતિ આપી હતી અને પ્રથમ દિવસે બાળકોને શાળામાં મોકલ્યા હતા શાળાઓ ના દરેક રૂમને સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા તો બાળકોને સોસ્યલ ડિસ્ટન્સ તેમજ મોઢા પર માસ્ક અને સેનેટાઈઝર ચુસ્તપણે પાલનકરવાની ફરજ પાડી હતી.