અમદાવાદ-

લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે મંજૂરી આપી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજ્ય બહાર જવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કરેલી અરજીને નકારી કારી હતી, જેને નીચલી અદાલતે અદાલતની પૂર્વ મંજૂરી વિના ગુજરાત છોડતા પ્રતિબંધ મૂક્યો હતો. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એવા પટેલ દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.