21, ઓક્ટોબર 2020
ભુજ-
કચ્છના અબડાસા વિધાનસભાની પેટા ચુંટણીમાં પ્રચાર ચાલુ છે અને અબડાસાના લોકોને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીને પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસમાં હજુ વધારે જોમ પુરવા અનેકાર્યકરોમાં ઉત્સાહ વધારવા અને લોકો વચ્ચે કોંગ્રેસનો પ્રચાર કરવા કોંગ્રેસ સ્ટાર પ્રચારકો કચ્છમાં આવી રહ્યા છે.
તા. રર મી ઓકટોબર ગુરૂવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવાનોના રાહબર હાર્દિક પટેલ, ર૩મી ઓકટોબરના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ર૯ ઓકટોબરના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા અબડાસાના પ્રવાસે આવી રહ્યા છે આ તમામ નેતાઓ અબડાસા વિધાનસભાના ત્રણેય તાલુકા અબડાસા, નખત્રણા, લખપત વિસ્તારના ગામડામાં લોકસંપર્ક, પ્રવાસ અને સભાઓ સંબોધશે. જેમાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષ નેતા વી.કે. હુંબલ તથા કચ્છ તમામ આગેવાનો, કાર્યકરો સાથે જોડાઇ ડો. શાંતિલાલ સેંઘાણીનો ચુંટણી પ્રચાર કરશે. તેમ પ્રવકતા દિપક ડાંગરની યાદીમાં જણાવ્યું હતું.