ગાંધીનગર-

કોરોનાકાળ દરમિયાન હાલ ગુજરાતમાં એક તરફ જ્યાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા 'હેલો અભિયાન' શરુ કરવામાં આવશે. જેમાં ૯૦૯૯૯૦૨૨૫૫ નંબર પર કોલ કરીને જનતાના મંતવ્ય આપી શકશે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એડીચોટીનું જાેર લગાવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં પક્ષ દ્વારા હેલો અભિયાન શરુ કરવા અંગેની જાહેરાત કરી. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ રાજ્યની મહાપાલિકાઓમાં પ્રજા સાથે સીધો સંપર્ક કરશે. જેના માટે ૯૦૯૯૯૦૨૨૫૫ નંબર પર કોલ કરીને જનતા મંતવ્ય આપી શકશે.

ત્યારબાદ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લોકોના મંતવ્યના આધારે મેનિફેસ્ટો બનાવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાત આવ્યાં છે, ત્યારે વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજશે. આ સાથે રાજીવ સાતવ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. જાે કે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના