રાજકોટ-

રાજકોટમાં બેડીપરા ફાયરબ્રિગેડ નજીક રહેતા ૧૦ વર્ષનો પુત્ર ઘરેથી રમવા ગયા બાદ મોડે સુધી પરત નહીં આવતા તેની પરિવાર શોધવા નીકળ્યો હતો. દરમિયાન નદી પાસે પહોંચતા પુત્રની ચીસ સાંભળીને માતા ગભરાય ગઈ હતી. પુત્રની ચીસ સાંભળી તે દિશામાં દોડીને જાેયું તો અવાચક બની ગઈ હતી. કારણ કે, ૧૦ વર્ષના તેમના પુત્ર સાથે તેની ઉંમરના બે મિત્રો અને એક તેનાથી મોટી ઉંમરનો સગીર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યા હતા. માતાએ પુત્રને આ ત્રણેય સગીરોના ચુંગાલમાંથી મુક્ત કરાવી આ કૃત્ય બદલ ત્રણેયને ઠપકો આપ્યો હતો. રાજકોટ શહેરમાં વધુ એક તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. શહેરના ૧૦ વર્ષના તરુણ સાથે તેની ઉંમરના ત્રણ મિત્રોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી માર માર્યો હોવાની ઘટના બની છે. આ અંગે પરિવારે થોરાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્રણેય મિત્રો રમવાના બહાને ૧૦ વર્ષના તરૂણને નદીના પટ્ટમાં લઇ ગયા હતા. બાદમાં મોડે સુધી પુત્ર ઘરે ન આવતા પરિવાર શોધખોળ કરવા નીકળ્યો હતો. ત્યારે નદીના પટ્ટમાં પુત્રની ચીસ સાંભળતા તરફ દોડતા માતાની નજરે સામે ત્રણેય સગીર તેના પુત્ર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી રહ્યા હતા અને અવાચક થઇ ગયા હતા. ૧૦ વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ત્રણેય મિત્રો હતા અને ૧૦ વર્ષના સગીરને રમવાના બહાને નદીના પટમાં લઇ ગયા હતા અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેને માર માર્યો હતો. બે મિત્રોએ બાળકને પડકી રાખ્યો અને વારાફરતી ત્રણેયે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું ભોગ બનનારે પોતાની માતાને આપવીતી સાથે જણાવ્યું હતું.

રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજકોટના સદર બજાર ખાતે ગત ૮ તારીખના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી પરત ફરી રહેલા ૧૩ વર્ષીય સગીરને આરોપી દ્વારા ટેનિસ બોલ લઇ દેવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર આવેલા પીએમ રૂમ પાસેની અવાવરૂ જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં જઈ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગત ૮ ઓગસ્ટના રોજ એક સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક અજાણ્યા ઈસમ દ્વારા આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સગીરના પિતાની ફરિયાદના આધારે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ૧૫થી વધુ શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પીડિત સગીરને પણ પોલીસે સાથે રાખ્યો હતો. પોલીસ દ્વારા ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. આખરે ૧૧ દિવસ બાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા દિલાવર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. માતા પોતાના પુત્રને લઇ ઘરે આવી હતી. ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ભોગ બનેલા ૧૦ વર્ષના બાળકને દુઃખાવો થતા તપાસ કરતા ગુદાના ભાગે લોહી નીકળતું હતું. આથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગયા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ભોગ બનેલા પુત્રની સારવાર કરાવી હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ત્રણેય સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.