દિલ્હી -

વ્હોટ્‌સેપ દ્વારા તેના વપરાશકર્તાઓને ફટકારવામાં આવેલી નવી વ્યક્તિગત માહિતી અંગેની નીતિ બાબતે કરવામાં આવેલી અરજી પર ચૂકાદો સંભળાવતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, નાગરીકોના ખાનગીપણાના અધિકાર પરની આ તરાપ હોવાને પગલે સરકારે તેની સામે કાર્યવાહી કરવી જાેઈએ અને નાગરીકોએ પણ જાે તેમને તેવું લાગતું હોય તો વ્હોટ્‌સેપ ડિલિટ કરી નાંખવું જાેઈએ.

દિલ્હી હાઈકોર્ટે આ અંગે કહ્યું હતું કે, આ બાબત વિસ્તૃત છે અને તેના પર વધુ સુનાવણીની જરુર છે. કોર્ટે આગામી ૨૫મીના રોજ આ કેસની વધુ સુનાવણી મુલતવી રાખી છે. અરજકર્તાએ કહ્યું હતું કે, આ એપ યુઝર્સની માહિતી અન્ય પોર્ટલો સાથે શેર કરવા માંગે છે, જે ગોપનિયતાના અધિકારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને તેથી તેની સામે કાર્યવાહી કરવી જાેઈએ.

ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ કહ્યું હતું કે, વ્હોટ્‌સેપ અને ફેસબૂક તેમને મળેલા ડેટાનું વિશ્લેષણ કરે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરે છે. યાને કે આ કંપનીઓ યુઝર્સનો ડેટા હડપ કરે છે, કેપ્ચર કરે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, ન માત્ર વ્હોટ્‌સેપ કે ફેસબૂક બલકે બીજા એપ્સ પણ યુઝર્સના ડેટાને કેપ્ચર તો કરે જ છે. તમને લાગતું હોય કે કોઈ એપ તમારા ડેટાની પ્રાઈવસી નથી જાળવતું તો તમે તેને ડિલિટ કરી નાંખો અને બીજા એપ પર સ્વિચ ઓવર કરો. કોર્ટે સરકારને પણ નિર્દેશ કર્યો હતો કે, નાગરીકોના નિજતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોય તો એવી કંપની સામે કાર્યવાહી કરાવી જાેઈએ. વ્હોટ્‌સેપે પોતાના યુઝર્સને એકાએક જ નવી યુઝર્સ પોલિસી મોકલી આપીને તે ન સ્વીકારવા પર તારીખ ૮મી ફેબ્રુઆરી સુધીમાં તેમનું અકાઉન્ટ ડિલિટ કરી નાંખવામાં આવશે એવી સૂચના આપી હતી. જાે કે, તેના દ્વારા અનેક યુઝર્સે સિગ્નલ સહિતના અન્ય ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ્સ મોટી સંખ્યામાં ડાઉનલોડ કર્યા બાદ વ્હોટ્‌સેપે રાતોરાત પોતાના વપરાશકારોને સ્ટેટસ પર મેસેજ મોકલીને કહ્યું હતું કે, તેઓ તેમના ડેટાનું અને યુઝર્સની પ્રાઈવસીનું સન્માન કરે છે.