એક સમયે નાથ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર રહેલા વડોદરા આજે પણ ‘નવનાથ’ના પવિત્ર સ્થાનકોથી રક્ષિત હોવાની શ્રદ્ધા યથાવત્‌ સેવાઈ રહી છે. કહેવાય છે કે ધરતીકંપ હોય કે કોઈ પણ મોટી કુદરતી આફત આ નવનાથ મહાદેવના મંદિરોના કારણે વડોદરા હંમશાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યુ છે, અથવા તો નહિવત્‌ નુકસાનનો ભોગ બન્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ નવનાથ મંદિરો સહિત તમામ શિવાલયો આરતી, યજ્ઞો સહિતની ધાર્મિક વિધિઓ દ્વારા પવિત્ર વાતાવરણ સર્જશે.