અમદાવાદ

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે. તૌકતે વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરીને જણાવ્યુ કે લક્ષદ્વીપ ક્ષેત્રમાં દબાણ સર્જાયુ છે. 18 મેના રોજ તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના કારણે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે