ગાંધીનગર-

ગુજરાતના ખેડામાં ત્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાને પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શનની તકલીફ હતી. જેના કારણે તેના પતિએ તેને ત્રિપલ તલાક આપી દીધા છે. હવે આ મામલે પીડિત પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને ન્યાયની માંગણી કરી છે.

આ અંગે પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર, આટ્‌ર્સ ગ્રેજ્યુએટ શબાનાએ પરિવારની મરજીથી સિદ્દીકી સાથે ગત વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નાની-નાની વાતે તેની પતિ સાથે તકરાર થતી હતી. જેમાં પતિ તેને ગાળો આપતો અને છોડી દેવાની ધમકી આપતો હતો. જુલાઈમાં મેડિકલ તપાસમાં શબાનાને માલૂમ થયું કે તે પ્રેગ્નેન્ટ છે. ડૉક્ટરે તેને સાફ-સફાઈ અને કાળજી લેવાની સલાહ આપી હતી. ઘરના કામ વ્યસ્ત રહેવાના કારણે શબાના તેના પર વધારે ધ્યાન આપી શકી નહતી.

આજ કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. શબાનાએ પોતાના પતિને અનેક વખત ડૉક્ટર પાસે જવા જણાવ્યું, પરંતુ તે રોજ ટાળતો રહ્યો. એક મહિના બાદ શબાનાને લોહીની ઉલ્ટીઓ થવા લાગી અને તાવ આવ્યો. જે બાદ શબાનાના માતા-પિતાએ તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તે ૪ દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહી હતી.