અમદાવાદ-

ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એકો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. આપને જણાવીએ કે શુું છે સમગ્ર ઘટના..

ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એકો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જો કે, તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું?


તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં તેમની સાથે બનેલી એક ઘાતક ઘટના અંગે ખુલાસો કર્યો છે, કે ઇસરોમાં આપણને ક્યારેક ક્યારેક મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારબાદ 1999માં VSSCના નિર્દેશક ડૉક્ટર એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. એટલું જ નહીં 1994માં શ્રી નાંબીનારાયણ કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મને ખબર નથી કે એક દિવસમાં આ રહસ્યનો ભાગ બનીશ.

તમન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, 23 મે 2017ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઑક્સાઇડ આપવામાં આવ્યું હતું. આ તેમને તેમના પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન ઇસરો હેડક્વાર્ટર બેંગલુરૂમાં ચટણી અને ઢોંસામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. જેને તેમણે લંચના થોડા સમય બાદ નાસ્તામાં ખાધુ હતું. ત્યારબાદ તે છેલ્લા 2 વર્ષ સતત ખરાબ હાલતમાં છે. ઇન્ટરવ્યૂ બાદ તેઓ મોટી મુશ્કેલીથી બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા. તપન મિશ્રા Sci/Eng SF ગ્રેડથી SG ગ્રેડ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા. 


અમદાવાદ પરત ફર્યા બાદ તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. તેના કારણે તેમના શરીરથી 30થી 40 ટકા બ્લડ લૉસ થયું હતું. તપન મિશ્રાને અમદાવાદના ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ચામડી નકળી રહી હતી. હાથ અને પગની આંગળીઓને નખ ઉખડવા લાગ્યા હતા. ન્યૂરોલૉકિકલ સમસ્યાઓ જેવી હાપોક્સિયા, હાડકામાં દુખાવો, સેન્સેશન, એક વખત હળવો હાર્ડ એટેક, આર્સેનિક ડિપોઝિશન અને શરીરની બહારના અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઇ રહ્યું હતું.

તપન મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે ઇસરોમાં આપણને મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર અવાર નવાર મળ્યા જ કરે છે. વર્ષ 1971 માં પ્રોફેસર વિક્રમ સારાભાઇનું મૃત્યુ શંકાસ્પદ હતું. ત્યારબાદ 1999માં VSSCના ડાયરેક્ટર ડો. એસ. શ્રીનિવાસનના મોત પર પણ સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં 1994માં શ્રી નાંબીનારાયણનો મામલો પણ બધાની સામે આવ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે એક દિવસ હું આ રહસ્યનો ભાગ બનીશ.