વોશિંગ્ટન

અમેરિકામાં જો બાયડને રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ વોશિંગ્ટન ડીસી છોડી જતા રહેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. જાણકારી અનુસાર જો બાયડન આવતા અઠવાડિયે બુધવારે રાષ્ટ્રપતિ પદની શપથ ગ્રહણ કરશે. આ દિવસે સવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીને થોડી ફ્લોરિડા જતા રહેશે. ટ્રમ્પ ફ્લોરિડામાં રહી નવી શરુઆત કરશે. ટ્રમ્પ પ્રશાસન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે તેમના વિદાય સમારોહ જોઈન્ટ બેસ એડ્રયુઝમાં આયોજિત કરવામાં આવશે. ત્યારે ટ્રમ્પ ફ્લોરિડા માટે રવાના થશે. 

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ થનારા જો બાયડનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં શામિલ થવાનું એલાન કર્યું હતુ. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું હતુ કે તે બધા માટે જેમણે તેમને પુછ્યું કે તે 20 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં ફરિયાદ નહીં કરુ. નોંધનીય છે કે જો બાયડન 20 જાન્યુઆરીએ અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ટ્રમ્પે એક રીતે ઈશારો કરી દીધો હતો કે ભલે તેમણે સત્તાનું હસ્તાંતરણ સ્વીકારી કરી લીધું હોય પરંતુ ચૂટણી પરિણામને લઈને તેમને વિરોધ પહેલાની જેમ ચાલુ રહેશે. 

ટ્રમ્પની સત્તા લાલસા એ વાતથી જ સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેઓ ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જાહેર થયેલાં પરિણામો બાદ પણ પોતાની હાર સ્વીકારવાનો સતત ઈન્કાર કરતા રહ્યા અને જીતવાના પોકળ દાવા પણ કરતા રહ્યા. પરિણામો વિરુદ્ધ તેમણે અનેક કેસ પણ દાખલ કર્યા અને તેમાં પણ તેમના જીતના દાવાઓ જ મુખ્ય હતા. ટ્રમ્પે તેમની સત્તાની ભૂખમાં અંધ થઈને એક વખત પણ હારનો સ્વીકાર ન જ કર્યો અને એ કારણે જ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાના લોકતાંત્રિક સંસ્થાનોમાં ઘૂસીને હિંસા આચરી અને ભારે તોડફોડ પણ કરી અને સંસદ ભવનમાં ઘૂસણખોરી કરીને બંધારણીય સત્તાને ઉખાડી ફેંકવાની નિષ્ફળ કોશિશ પણ કરી. 

દુનિયાભરના ટોચના નેતાઓએ ટ્રમ્પના આ આચરણને શરમજનક અને નિરાશાજનક ગણાવ્યું છે અને ટ્રમ્પ પોતાની પાછળ રાજનૈતિક ગુંડાગીરીનો એક ખતરનાક વારસો છોડીને જઈ રહ્યા છે તેવો તમામનો સ્પષ્ટ મત છે. રાજકીય બાબતોના નિષ્ણાતોના મતે ૬ જાન્યુઆરીનો દિવસ અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો અને કલંકિત દિવસ બની રહેશે. ટ્રમ્પને તેમના કૃત્ય બદલ આવનારી પેઢીઓ ક્યારેય માફ નહીં કરે એ પણ નક્કી જ છે. 

બાયડન ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરશે 

નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનને ચૂંટણીમાં ૩૦૬ સીટ મળી છે, જે બહુમતી માટે જરૂરી ૨૭૦ સીટથી ૩૬ વધારે છે અને તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેવાના છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી લોકશાહી મૂલ્યોની હત્યા જોઈને તેમની પોતાની કેબિનેટના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ સભ્યો હવે ટ્રમ્પને બંધારણના ૨૫મા સંશોધન હેઠળ અયોગ્ય ઠેરવીને તેમનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલા જ પદ પરથી હટાવવાની માગણી કરી રહ્યા છે. આ સંશોધનની જોગવાઈઓ હેઠળ રાષ્ટ્રપ્રમુખપદના કર્તવ્યો નિભાવવામાં અસમર્થ વ્યક્તિને પદ પરથી હટાવવાનો અધિકાર તેમની કેબિનેટને આપવામાં આવ્યો છે.