લોકસત્તા ડેસ્ક

ચહેરા પરની સ્માઈલ કોઈને પણ ઈમ્પ્રેસ કરવા માએ ઘણી છે. પરંતુ ઘણી વાર પીળા દાંતને(Teeth) કારણે આપણે લોકો સામે ખુલીને હસી શકતા નથી. પીળા દાંત હોય તો તમારી પર્સનાલિટી પણ ખરાબ થઇ શકે છે. દાંત પીળા થવાંના ઘણા પ્રકાર છે.

ઘણી વાર દાંત સાફ કરવા છતાં પણ તેમાં પીળાશ આવી જતી હોય છે. આ સિવાય દાંતની પીળાશનું કારણ પ્લેક પણ હોય છે. જો તમે પણ પીળા દાંતથી છુટકારો મેળળવા માંગતા હોય તો આ ઘરેલુ નુસખા અપનાવો. જેના ઉપયોગથી તમે દાંતની પીળાશને દૂર કરી શકો છો. આવો જાણીએ આ ઉપાય વિષે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

હાઇડ્રોજન પેરોક્સાઇડ એ કુદરતી બ્લીચિંગ એજન્ટ છે જે બેક્ટેરિયાને મારવામાં અને ઘાને મટાડવામાં મદદ કરે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ટૂથપેસ્ટ જેમાં બેકિંગ સોડા અને એક ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી દાંત સફેદ થાય છે. ધ્યાનમાં રાખો કે પાતળું હાઇડ્રોજન પેરોક્સાઇડ હંમેશાં વાપરવું જોઈએ. નહિંતર તમારા દાંતમાં બળતરા થઈ શકે છે.

તેલ લગાડો

દાંતમાં તેલ લગાડવો એ જૂનો નુસખો છે. જેના કારણે તમારા મોંમાં બેક્ટેરિયા વધતા નથી. આ ઉપરાંત શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તમારા દાંત પર સૂર્યમુખી અને શીશમનું તેલ લગાવો. આ સિવાય નાળિયેર તેલનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ઘણાં બધાં લોરીક એસિડ હોય છે, જે બળતરા ઘટાડવા અને બેક્ટેરિયાને નાશ કરવાનું કામ કરે છે.

બેકિંગ સોડાથી બ્રશ કરો

બેકિંગ સોડા દાંતને કુદરતી રીતે સાફ કરે છે. જેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ કરવામાં આવે છે. પરંતુ વિજ્ઞાનમાં તેની કોઈ સાબિતી નથી મળી કે, બેકિંગ સોડાથી દાંત સફેદ થાય છે. પરંતુ સંશોધનમાં સામે આવ્યું છે કે, ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મેળવવાથી દાંત ચમકદાર અને સફેદ થાય છે. આ માટે તમારે એક ચમચી બેકિંગ સોડામાં 2 ચમચી પાણીમિક્સ કરીને બ્રશ પર લગાડી દાંત પર ઘસો. અઠવાડીયામાં 2થી 3 વાર આ ઉપાય અજમાવો.

ડાયેટમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં

શરીરમાં કેલ્શિયમની કમીથી ઘણા પ્રકારની બીમારી થાય છે. તેથી, તે મહત્વનું છે કે તમે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લો. ઘણા લોકોમાં, કેલ્કિમના અભાવને કારણે દાંતમાં પીળાશ થવાની સમસ્યા હોય છે. આ કિસ્સામાં, તમારે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.