દિલ્હી-

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ સરકાર અને લોકોની શિથિલતા તથા કોરાના પ્રોટોકોલનું પાલન કર્યા વિના લોકોના વિશાળ મેળાવડા પર ચિંતા વ્યક્ત કરી હતી. IMA ના જણાવ્યા મુજબ, લોકોને રસી લીધા પહેલા ભીડમાં જોડાવું એ કોવિડની ત્રીજી લહેર ને આમંત્રણ આપવા સમાન છે. IMA એ એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવાસીઓનું આગમન યાત્રાધામો, ધાર્મિક ઉત્સાહનું જરૂરી છે, પરંતુ તેની થોડા વધુ મહિનાઓ સુધી રાહ જોઈ શકાય છે. ડોકટરોના સંગઠને કહ્યું કે વૈશ્વિક પુરાવા અને કોઈપણ મહામારીનો ઇતિહાસ સૂચવે છે કે ત્રીજી લહેર અનિવાર્ય અને નિકટવર્તી છે. IMAએ કહ્યું કે, લોકોને રસી આપ્યા વિના આ ભીડમાં જોડાવાની મંજૂરી આપવી, કોવિડની ત્રીજી લહેરમાં મોટો ફાળો આપી શકે છે. ઓડિશાના પુરીમાં વાર્ષિક રથયાત્રા શરૂ થવાના દિવસે અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માં કાંવડ યાત્રા માટે પરવાનગી આપવાની વાટાઘાટો વચ્ચે આ નિવેદન આવ્યું છે. લોકોની ભીડ અટકાવવા માટે IMAએ તમામ રાજ્યોને અપીલ કરી છે.