ગીરગઢડામાં અવિરત વરસાદને કારણે ઉભા પાકને માઠી અસર
27, ઓગ્સ્ટ 2020

ગીરગઢડા-

તાલુકામાં છેલ્લા ૨૧ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉભા પાકને માઠી અસર થવા પામી છે. ગીરગઢડા પંથકમાં ત્રણ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ સુધી અવિરત વરસાદથી લીલા દુષ્કાળની ભિતી ધરતીપુત્રોમાં સેવાય રહી છે. ત્યારે મળેલ માહિતી મુજબ ગીરગઢડા તાલુકામાં સતત અવિરત વરસાદ પડવાથી કપાસ, મગફળી, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોને ભારે નુક્સાન થયું છે. વરસાદથી જમીન પણ રેસ થયેલ છે ત્યારે જમીનમાં પાણી પણ સુકાતા નથી અને ખેતર પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. જ્યારે ભુગર્ભ તળ ઊંચા આવતા કુવા-બોરમાંથી પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ખરીફ પાક પણ નીષ્ફળ જવાની પુરી સંભાવના છે. ગીરગઢડા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોમાં પણ માંગ ઉઠી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution