ભૂવનેશ્વર-

ઓડિશામાં હવે બાળકો પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. રવિવારે 138 બાળકો કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે સોમવારે 104 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. મળતી માહિતી મુજબ 9થી 18 વર્ષના બાળકો કોરોના વાઈરસનો શિકાર થઈ રહ્યા છે. ઓડિશા તબીબી શિક્ષણ અને તાલીમ નિયામકના નિર્દેશક ડો. સી.બી.કે. મોહંતીએ કહ્યું હતું કે, નવજાતથી લઈને 18 વર્ષના બાળકો વચ્ચે કોરોના સંક્રમણની સંખ્યા વધવાની શક્યતા છે. ન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા ગયા મહિને 21 જુલાઈએ જાહેર કરાયેલા બુલેટિન મુજબ, દેશમાં 12 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા છે. બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાની સ્થિતિ ગંભીર થઈ શકે છે. કારણ કે, અત્યાર સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં બાળકોના સંક્રમિત થવાની સંભાવના વધુ હશે. રાજ્યના આરોગ્ય વિભાગે વાલીઓ અને શિક્ષકોને વધુ સાવધાન રહેવા માટે અપીલ કરી છે. આ સાથે જ સાફ-સફાઈનું ધ્યાન રાખવા પણ કહ્યું છે.