વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 36 કલાકમાં ફાયરીંગનો કેસ ઉકેલ્યો, 2 આરોપીની ધરપકડ
10, સપ્ટેમ્બર 2020

વડોદરા-

2 દિવસ અગાઉ વડોદરા શહેરના યાકુતપુરા ખાતે મહિલા પર ફાંયરીંગની ઘટના સામે આવી હતી જેમાં ઘટના બાદ આરોપીઓ ફરાર હતા જેને આજે સાવરે શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા અને તે 2 વિરુધ્ધ ગુનો નોધ્યો હતો.

શહેરના યાકુતપુરા ખાતે 2 દિવસ અગાઉ અમીના બહેનના ઘરે બે અજાણ્યા વ્યક્તિએ તેમને કંકોત્રી આપવાને બહાને બહાર બોલાવ્યા હતા અને તમના જમણા હાથને ભાગે ગોળી મારી ભાગી ગયા હતા જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ બન્યો હતો અમીના બહેન તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવાંમાં આવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને પતિએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. શહેર ક્રાઇમ બાન્ચ દ્વારા આજે સવારે 2 આરોપી મોઇન અબ્દુલ રહેમાન શેખ તથા અમજદશા આમદશા દિવાનને અમદાવાદથી ઝડપી પાડ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution