અંક્લેશ્વર

અંકલેશ્વર નગરપાલિકા ની ચૂંટણી નો પ્રચાર હવે તેના અંતિમ દિવસો તરફ વધી રહ્યો છે, ત્યારે શહેર પોલીસે પ્રચાર માં નીકળેલા ઉમેદવારે માસ્ક ન પહેર્યું હોવાના બહાના હેઠળ સીધી અટકાયત કરી લેતા વિવાદ સર્જાયો હતો, જેના કારણે શહેર પોલીસ ની કામગીરી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અનેક આક્ષેપો થઇ રહ્યા છે. રવિવાર ના રોજ અંકલેશ્વર શહેર પોલીસે એક વોર્ડ માં પ્રચાર અર્થે નીકળેલા ઉમેદવારે માસ્ક ન પહેર્યું હોવાના કારણોસર ઉમેદવાર ને અટક માં લીધો હતો. જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસની આ કામગીરી સામે ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. માસ્ક પહેર્યો હોય તો નિયમ મુજબ સ્થળ ઉપર દંડ વસૂલવા નો હોય છે પરંતુ શહેર પોલીસ મથક ના પીઆઇ દ્વારા આ ઉમેદવાર ની અટકાયત કરી લીધી હતી. જેને લઇને શહેર પોલીસ સ્ટેશન પર પણ ભારે ટોળા ઉમટી પડ્યા હતા.આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. જાે કે છેવટે શહેર પોલીસે ઉમેદવાર ને દંડ ભરાવી રસીદ આપી છોડી દેતા મામલો શાંત થયો હતો ,પરંતુ શહેર માં મોટાભાગ ના લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. શહેર ના મુખ્ય માર્ગો ઉપર અનેક વાહન ચાલકો માસ્ક પહેર્યા વગર બિનધાસ્ત ફરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે અનેક સવાલો હજુ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યા છે.હાલ માં ચૂંટણી ને લઇ ટોળે ટોળા જાેવા મળે છે.