દુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ દિલ્લીમાં, અમે આપ્યો હોમ આઈસોલેશનનો આઈડિયા
15, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

દિલ્લી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સોમવારે કોરોના પર ચર્ચા દરમિયાન બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્ય્š કે ફેબ્રુઆરી અને માર્ચમાં દેશમાં કોરોના શરૂ થયો હતો, કોઈ રાજ્યાં એક કેસ હતો કોઈ રાજ્યમાં બે કેસ હતા. કોરોના પોતાના દેશમાં જ થયો જ નથી, બહારથી આવ્યો છે. એ વખતે જે-જે દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો જેવા કે ઈટલી અને લંડન જેવા દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો. ત્યાં રહેનાર ભારતીયોએ ભારત સરકારને કહ્ય્š કે અમે અમારા દેશમાં આવવા ઈચ્છીએ છીએ. ભારત સરકારે ર્નિણય લીધો કે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરીને એ દેશોમાં જ્યાં કોરોના વધુ છે અને જે ભારતીય આવવા ઈચ્છે છે તેમને પાછા લાવવામાં આવે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સારી વાત છે. દિલ્લી દેશની રાજધાની છે, તો જેટલી પણ ફ્લાઈટ બહારથી આવી, તેની 80થી 90 ટકા ફ્લાઈટ દિલ્લીમાં ઉતરી છે અને એ દિવસોમાં કોરોના નવો નવો હતો. કોઈને આના વિશે વધુ માહિતી નહોતી. ત્યાં સુધી કોઈ પ્રોટોકૉલ નહોતા, કોઈ આઈસીએમઆરની ગાઈડલાઈન નહોતી, કોઈ ક્વૉરંટાઈન અને આઈસોલેશન નહોતુ. 22 માર્ચનો એક લેટર છે, જે અમારા હેલ્થ સેક્રેટરીએ બધાને મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યુ છે કે છેલ્લા એક મહિનામાં 32000 યાત્રી બહારથી આવ્યા છે અને તે ૩૨ હજાર યાત્રી બહારથી આવીને દિલ્લીના ખૂણેખૂણામાં ફેલાઈ ગયા છે. તેમને ચિહ્નિત કરાવો. ત્યાં સુધી 18 માર્ચ આસપાસ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી હતી કે જે લોકો બહારથી આવી રહ્યા છે તેમને ક્વૉરંટાઈન કરવામાં આવે. આ ૩૨ હજાર લોકોને ચિહ્નિત કરવા લગભગ અશક્ય વાત હતી. આ 32 હજાર લોકો એ દેશોમાંથી આવ્યા હતા જ્યાં બહુ જ વધુ કોરોના છે. આનાથી આપણે અંદાજાે લગાવી શકીએ કે આમાંથી કેટલા બધા લોકો પહેલેથી જ કોરોનાથી સંક્રમિત હશે. દિલ્લીએ ઝીરોથી શરૂ નથી કર્યુ. દિલ્લીમાં 5 હજાર, 6 હજાર કેસથી શરૂ કર્યુ. ત્યારબાદ લૉકડાઉન થઈ ગયુ. કોરોના એ સમયે નવોનવો હતો. મને યાદ છે કે એ દરમિયાન કોઈ કિટ, કોઈ પીપીઈ કિટ, કોઈ ટેસ્ટિંગ કિટ નહોતી. કોઈ ટેસ્ટ નહોતા થતા. બહારથી આવેલા લોકો ચારે તરફ ફેલાઈ ગયા અને એ લોકોએ કેટલા લોકોમાં કોરોના ફેલાવ્યો હશે એનો અંદાજાે લગાવી શકાય છે. દિલ્લીએ ધીમેધીમે કોરોના પર ઘણી હદ સુધી કાબુ મેળવ્યો. હું એમ નથી કહી રહ્યો કે કોરોના 100 ટકા નિયંત્રણમાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution